Pratidin
2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 60 marksMainsQuestion 2

નીચેના ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચી તેને અંતે આપેલા પ્રશ્નોના સ્પષ્ટ, સાચા અને સંક્ષિપ્ત ઉત્તર લખો :

દુઃખમાં જે સ્થાન ભયનું છે, એ જ સ્થાન આનંદમાં ઉત્સાહનું છે. જે કાર્યોમાં કોઇ પ્રકારનાં કષ્ટ કે હાનિ વેઠવાનું સાહસ અપેક્ષિત હોય છે એ સર્વમાં ઉત્સાહની સાથે જ ઉત્કંઠાપૂર્ણ આનંદ સમાયેલો હોય છે. કષ્ટ કે હાનિના ભેદ અનુસાર ઉત્સાહના પણ ભેદ થઇ જાય છે. સાહિત્ય-મીમાંસકોએ આ દૃષ્ટિએ યુદ્ધવીર, દાનવીર, દયાવીર વગેરે ભેદ કર્યાં છે. એમાં સૌથી પ્રાચીન અને મુખ્ય યુદ્ધ-વીરતા છે, જેમાં આઘાત, પીડા કે મૃત્યુની સુધ્ધાં પરવા નથી રહેતી. પ્રાચીન કાળથી આ પ્રકારની વીરતાની જરૂર રહી છે, જેમાં સાહસ અને પ્રયત્ન બન્ને ચરમ શિખરે પહોંચે છે. પરંતુ, ફકત કષ્ટ કે પીડા સહન કરવાના સાહસમાં જ ઉત્સાહનું સ્વરૂપ સ્ફૂરણ પામતું નથી, એની સાથે આનંદપૂર્ણ પ્રયત્ન કે એની ઉત્કંઠાનો સંયોગ હોવો જોઇએ. બેભાન થયા સિવાય મોટાં ગુમડાં પર ચેકો મૂકાવવા માટે તૈયાર થવું એ સાહસ કહેવાશે, પરંતુ ઉત્સાહ નહીં કહેવાય. એ જ રીતે ચૂપચાપ, હાથ-પગ હલાવ્યા સિવાય, ઘોર પ્રહાર સહેવા માટે તૈયાર રહેવું એ સાહસ અને આકરામાં આકરો પ્રહાર ઝીલીને પણ પોતાની જગ્યાએથી ન ખસવું એ ધીરતા કહેવાશે. આવા સાહસ અને ધીરતાને ઉત્સાહમાં ત્યારે જ સંમિલિત માની શકાય જ્યારે સાહસી અથવા ધીર વ્યક્તિ એ કામ આનંદ સાથે કરી રહ્યો હોય. સારાંશ એ જ છે કે આનંદપૂર્ણ પ્રયત્ન અથવા એને માટેની ઉત્કંઠામાં જ ઉત્સાહના દર્શન થાય છે, ફક્ત કષ્ટ વેઠવાના અચેતન સાહસમાં નહીં. ધૃતિ અને સાહસ બન્નેનો સંચાર ઉત્સાહમાં થતો હોય છે.

દાનવીરનો અર્થ છે, ત્યાગનું સાહસ. એટલે કે ત્યાગને કારણે આવનાર કષ્ટો અને મુશ્કેલીઓને સહેવાની ક્ષમતા. દાનવીરતા ત્યારે જ કહી શકાય જ્યારે દાનને કારણે દાન આપનારને તેના જીવનનિર્વાહમાં કોઇ પ્રકારના કષ્ટ અથવા મુશ્કેલી સહેવા પડ્યા હોય. આ કષ્ટ અને મુશ્કેલીની માત્રાની સંભાવના જેટલી વધારે હોય, દાનવીરતા એટલી જ ઊંચી સમજવામાં આવે છે. પરંતુ આ ધનત્યાગના સાહસની સાથે જ જયાં સુધી સંપૂર્ણ તત્પરના અને આનંદના ચિહ્ન જોવા ન મળે ત્યાં સુધી ઉત્સાહનું સ્વરૂપ રચાતું નથી.

યુદ્ધ સિવાય સંસારમાં બીજાં પણ એવાં વિકટ કામ હોય છે, જેમાં ઘોર શારીરિક કષ્ટ સહેવું પડે છે અને જીવ ગુમાવવા સુધીની સંભાવના રહેલી હોય છે. સંશોધન માટે આભને ચીરતા બરફાચ્છાદિત દુર્ગમ પહાડો ઉપરનું ચઢાણ, ધ્રુવપ્રદેશ અથવા સહરાના રણનો પ્રવાસ; ક્રૂર, બર્બર જાતિઓની વચ્ચે અજાણ્યાં ઘોર જંગલમાં પ્રવેશ વગેરે પણ ભારે વીરતા અને પરાક્રમનું કાર્ય છે. એમાં જ આનંદપૂર્ણ તત્પરતા સાથે લોકો પ્રવૃત્ત થાય છે એ પણ ઉત્સાહ જ છે.

(a) ઉત્સાહમાં સાહસની ભૂમિકા સ્પષ્ટ કરો.
(b) ધીરતામાં શું અભિપ્રેત છે ?
(c) ઉત્સાહનું સાચું દર્શન કેવી રીતે થાય છે ?
(d) આનંદપૂર્ણ તત્પરતા અને ઉત્સાહ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો.
(e) દાન આપનારને દાન આપવાને કારણે શું સહન કરવું પડે છે ?

60 marks · directive: Comprehension

Answer

The core of a good answer

The passage holds that utsah (zeal) is to joy what fear is to sorrow: courage and fortitude in bearing hardship become utsah only when the act is done with joyful eagerness and readiness, as seen in the warrior, the generous giver and the explorer.

An outline written by upsc.help, not an official UPSC answer; every fact checked by a separate review. How we work

What the question asks

Five questions of 12 marks each (12×5=60). Answer each from the passage, in clear and concise Gujarati, in your own sentences; a few lines per answer is enough and no outside material is needed. The key distinction is between સાહસ and ધીરતા (courage, fortitude) on one side and ઉત્સાહ (joyful, eager effort) on the other.

Answer outline

Introduction

Read the passage once for its central claim (ઉત્સાહ is to joy what ભય is to sorrow), then find the sentences that answer each question.

(a)

(b)

(c)

(d)

(e)

Conclusion

Keep each answer short and in your own Gujarati sentences; quote the passage only where it helps.

Facts

Facts to remember

Write a timed answer in the app