તમારા શબ્દોમાં નીચેના ગદ્યખંડનું લગભગ એક-તૃતીયાંશ શબ્દોમાં સંક્ષેપીકરણ કરો. શીર્ષક આપવાની જરૂર નથી.
સારા શ્રોતા હોવું એ સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષક જીવનકૌશલોમાંથી એક છે. તો પણ આપણામાંથી બહુ ઓછાં લોકો સાંભળવાનું જાણે છે. એનું કારણ એ નથી કે આપણે ખરાબ છીએ, ખરેખર તો આપણને કોઇએ એ શીખવ્યું જ નથી. એની સાથે જ જોડાયેલું તથ્ય એ પણ છે કે બહુ ઓછાં લોકોએ આપણને ધ્યાનપૂર્વક સાંભળયાં છે. પરિણામે આપણે સામાજિક જીવનમાં સાંભળવાને બદલે બોલવાના મોહમાં ફસાયેલાં રહીએ છીએ. બીજાંને મળવાની આપણને વ્યગ્રતા રહે છે, પરંતુ એને સાંભળવાની નહીં. ધીરે ધીરે એ મિત્રતા સામાજિક સ્વાર્થમાં પરિવર્તિત થવા લાગે છે. એક સારો શ્રોતા કેટલાંય એવાં કાર્ય કરે છે કે જે એની સાથે સમય વીતાવવાને સુખદ્ બનાવી દે છે. મોટે ભાગે આપણે કોઇ એવી વાતથી વાતચીતની શરૂઆત કરીએ છીએ જે મહત્ત્વપૂર્ણ લાગતી હોય, પણ સ્પષ્ટ થતી ન હોય. ક્યારેક આપણે કામને કારણે તણાવમાં રહેલા હોઇએ છીએ, ક્યારેક આપણા કાર્યક્ષેત્રમાં મહત્ત્વાકાંક્ષી બનીને વિચારતા રહેતા હોઇએ છીએ. આપણે એ સુનિશ્ચિત નથી કરી શકતાં કે આપણે માટે શું યોગ્ય છે ? ક્યારેક આપણને એવી આશંકા હોય છે કે કોઇ સંબંધી મુશ્કેલ દોરમાંથી પસાર થઇ રહ્યો છે. આપણે આવી કોઇ ને કોઇ બાબતે ચિંતાતુર રહેતા હોઇએ છીએ અથવા જીવનમાં નિરાશાનો અનુભવ કરીએ છીએ. જો કે આપણને બરાબર ખબર નથી હોતી કે સમસ્યા શું છે ? અથવા કદાચ આપણે કોઇ કારણે અતિ ઉત્સાહિત બનીને વધારે ઉર્જાથી સભર હોઇએ છીએ, પરંતુ પોતાના આ ઉત્સાહના કારણને આપણે સ્પષ્ટ રીતે સમજી શકતા નથી.
વસ્તુતઃ આ બધી જ બાબતોમાં સ્પષ્ટતાની જરૂર રહે છે. એક સારો શ્રોતા એ સમજે છે કે આદર્શ રીતે બીજાની સાથેની વાતચીત આપણને ગુંચવાયેલાં અને ઉત્તેજિત મનથી મુકત કરીને વધારે કેન્દ્રિત અને મનની શાંત અવસ્થા સુધી પહોંચાડી શકે છે. સંવાદના માધ્યમથી આપણે સાથે મળીને એ સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ કે ખરેખર દાવ પર શું લાગ્યું હતું, પરંતુ મોટે ભાગે એવું થઇ શકતું નથી. એટલા માટે કે આપણી વાતચીતમાં સ્પષ્ટતાની ઇચ્છા અને તેની આવશ્યકતા માટેની જાગૃતિ હોતી નથી. સારા શ્રોતાઓની હંમેશા ઓછપ હોય છે. પરિણામે લોકો વિશ્લેષણ કરવાને બદલે પોત-પોતાની વાતોને વળગી રહે છે. તેઓ પોતાની ચિંતા, ઉત્સાહ, ઉદાસી કે આશાને વારંવાર જુદી જુદી રીતે ફરી ફરીને કહે છે. સામેની વ્યક્તિ એ સાંભળે છે, પરંતુ એને ઊંડાણથી સમજવામાં મદદ નથી મળતી. સારો શ્રોતા વાતચીતની બારીક યુક્તિઓનો સહારો લઇને સ્થિતિને બદલે છે.
જ્યારે બીજી વ્યક્તિ બોલે છે, ત્યારે એ એની સાથે પૂરેપૂરો જોડાઇ જાય છે. એ નાનાં-નાનાં પ્રોત્સાહનો આપે છે, જેમ કે સહાનુભૂતિસભર આહ !, કોઇ ઉત્સાહવર્ધક સંકેત અથવા રુચિપૂર્ણ રાજનીતિક જિજ્ઞાસા. એ રીતે તે સામેની વ્યક્તિને પોતાના વિચારો અને ભાવનાઓના ઊંડાણમાં જવા માટે પ્રેરે છે. તે એમ કહેવાનું પસંદ કરે છે કે – “મને આને વિશે હજુ વધારે જણાવો...”, “જયારે તમે આવું કહ્યું ત્યારે હું મંત્રમુગ્ધ થઇ ગયો હતો.”, “તમને શું લાગે છે, આવું કેમ થયું ?” અથવા “એ સમયે તમને કેવી અનુભૂતિ થઇ ?” એક સારો શ્રોતા એવું માનીને ચાલે છે કે બીજાં સાથેની વાતચીતમાં અસ્પષ્ટતા સ્વાભાવિક છે. તેથી એ ન તો એની ટીકા કરે છે અને ન તો તે અધીરો થઇ જાય છે. એ સમજે છે કે અસ્પષ્ટતા એ મનની એક સાર્વત્રિક અને મહત્ત્વની ગુંચવણ છે. મોટેભાગે આપણે કોઇ અનુભવની આસપાસ ભટકતા રહીએ છીએ, પરંતુ તેના મૂળ કારણ સુધી નથી પહોંચી શકતા. એ સ્થિતિમાં એક સારો શ્રોતા આપણને વિસ્તારપૂર્વક અને ઊંડાણથી બોલવા માટે આગળ વધવા પ્રેરે છે. આપણને એવી વ્યક્તિની જરૂર હોય છે, જે સલાહ આપવાને બદલે કેવળ બે સરળ છતાં જાદુઇ શબ્દ કહે – “આગળ વધો.” આપણે ભાઇ-બહેનોનો ઉલ્લેખ કરીએ છીએ અને તે વિશેષ જિજ્ઞાસા બતાવે છે; જેમકે બાળપણમાં એમનો સંબંધ કેવો હતો ? સમય જતાં એમાં કેવો બદલાવ આવ્યો ? તેઓ એ સમજવાનો પ્રયાસ કરે છે કે આપણી ચિંતાઓ અને ઉત્સાહનું મૂળ ક્યાં છે ? તે પૂછે છે – “એ વાત તમને આટલી પરેશાન કેમ કરી રહી છે ?” અથવા “એ વાત તમારે માટે આટલી મહત્ત્વપૂર્ણ કેમ હતી ?” સાથે જ, તેઓ આપણી પાછલી વાતોને પણ યાદ રાખે છે. કોઇ વાર એ આપણે કહેલી કોઇ જૂની વાતનો સંદર્ભ આપે છે અને આપણને એવો અહેસાસ થાય છે કે એ વાસ્તવમાં આપણી સાથે ઊંડાણથી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. અસ્પષ્ટ રીતે વાતો કરવાનું નુકસાનકારક અને આસાન હોય છે. આપણે મોટેભાગે એટલું કહીએ છીએ કે કોઇ વસ્તુ સુંદર છે અથવા ભયાનક, સુખદ કે પરેશાન કરનારી છે; પરંતુ આપણે એ સમજવાનો પ્રયાસ નથી કરતાં કે આપણને આવો અનુભવ કેમ થાય છે. એક સારો શ્રોતા આપણી આ ઉપરછલ્લી વાતો ઉપર રચનાત્મક અને મૈત્રીપૂર્ણ સંશય કરે છે અને એ ઊંડાણભરી ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરે છે, જે આપણી ભીતર છુપાયેલી હોય છે.
(692 શબ્દો)
60 marks · directive: Precis
The core of a good answer
The passage argues that good listening is a rare and valuable life skill: much of what we say is unclear even to ourselves, and a good listener, through encouragement and gentle questions, helps us move from vague feelings to a clear sense of their causes.
An outline written by upsc.help, not an official UPSC answer; every fact checked by a separate review. How we work
What the question asks
The passage is printed as 692 words, so the precis should be about one-third of that, roughly 230 words (692 ÷ 3 = 230.7). No title is needed. Write in Gujarati, in your own words: keep the main argument in its order, drop the quoted sample questions and the list of situations, and add no comments of your own.
Answer outline
Introduction
Read the passage twice, mark the main idea of each paragraph, and plan about 230 words, in one paragraph or a few short connected ones.
Main idea 1: listening is a rare skill
- Being a good listener is one of the most important and attractive life skills, yet few people know how to listen, because no one taught them and few people listened to them carefully.
- So people prefer speaking to listening, are eager to meet others but not to hear them, and friendship slowly turns into social self interest.
Main idea 2: our conversations are often unclear
- We often begin talking about something that feels important but is not clear: stress at work, ambition, uncertainty about what is right, worry about a relative, disappointment, or excitement whose cause we do not understand.
- All of these need clarity; conversation could take us from a confused, agitated mind to a calmer, focused one, but this rarely happens because people lack the wish for clarity and good listeners are scarce.
- So people repeat their worries and hopes in different ways, and the listener hears them without helping them understand more deeply.
Main idea 3: what a good listener does
- Joins in fully, gives small encouragements and asks interested questions that lead the speaker deeper into thoughts and feelings.
- Accepts that vagueness in conversation is natural and universal, so neither criticises nor grows impatient, and helps the speaker reach the root cause.
- Instead of giving advice, says in effect 'go on', shows curiosity about where worries and enthusiasms come from, and remembers earlier conversations.
Main idea 4: going beneath the surface
- It is easy to speak vaguely, calling things beautiful, terrible, pleasant or upsetting without asking why we feel so.
- A good listener questions these surface statements in a constructive, friendly way and helps bring out the deeper feelings hidden within us.
Conclusion
Check the length (about 220 to 240 words), make sure each main idea above appears in order, and remove any example, quotation or opinion that is not needed.
Facts to remember
- Passage length as printed: 692 words; one-third is about 231 words.
- The instruction asks for the precis in your own words and says no title is needed.
- A precis keeps the author's argument and order and leaves out examples, illustrations and repetition.