Pratidin

UPSC Mains Gujarati Compulsory Paper (Qualifying) previous-year questions

9 Mains Gujarati Compulsory Paper (Qualifying) questions from 2026 to 2026, with the official answer where UPSC has published one, an explanation or answer outline, and the news stories that connect to each. Every question is checked against the published paper.

2026

  1. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 100 marksMains

    નીચેનામાંથી કોઈ એક વિશે 600 શબ્દોમાં નિબંધ લખો : (a) ભારતબોધની અવધારણા અને આપણું ભવિષ્ય

  2. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 100 marksMains

    નીચેનામાંથી કોઈ એક વિશે 600 શબ્દોમાં નિબંધ લખો : (b) ડિજિટલ યુગમાં નાગરિકોની ફરજ

  3. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 100 marksMains

    નીચેનામાંથી કોઈ એક વિશે 600 શબ્દોમાં નિબંધ લખો : (c) ભારતમાં અંતરિક્ષ-સંશોધન અને મંગળયાન

  4. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 100 marksMains

    નીચેનામાંથી કોઈ એક વિશે 600 શબ્દોમાં નિબંધ લખો : (d) સ્વાસ્થ્ય સેવાઓની ઉપલબ્ધતા અને ગુણવત્તા

  5. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 60 marksMains

    નીચેના ગદ્યખંડને ધ્યાનપૂર્વક વાંચી તેને અંતે આપેલા પ્રશ્નોના સ્પષ્ટ, સાચા અને સંક્ષિપ્ત ઉત્તર લખો : દુઃખમાં જે સ્થાન ભયનું છે, એ જ સ્થાન આનંદમાં ઉત્સાહનું છે. જે કાર્યોમાં કોઇ પ્રકારનાં કષ્ટ કે હાનિ વેઠવાનું સાહસ અપેક્ષિત હોય છે એ સર્વમાં ઉત્સાહની સાથે જ ઉત્કંઠાપૂર્ણ આનંદ સમાયેલો હોય છે. કષ્ટ કે હાનિના ભેદ અનુસાર ઉત્સાહના પણ ભેદ થઇ જાય છે. સાહિત્ય-મીમાંસકોએ આ દૃષ્ટિએ યુદ્ધવીર, દાનવીર, દયાવીર વગેરે ભેદ કર્યાં છે. એમાં સૌથી પ્રાચીન અને મુખ્ય યુદ્ધ-વીરતા છે, જેમાં આઘાત, પીડા કે મૃત્યુની સુધ્ધાં પરવા નથી રહેતી. પ્રાચીન કાળથી આ પ્રકારની વીરતાની જરૂર રહી છે, જેમાં સાહસ અને પ્રયત્ન બન્ને ચરમ શિખરે પહોંચે છે. પરંતુ, ફકત કષ્ટ કે પીડા સહન કરવાના સાહસમાં જ ઉત્સાહનું સ્વરૂપ સ્ફૂરણ પામતું નથી, એની સાથે આનંદપૂર્ણ પ્રયત્ન કે એની ઉત્કંઠાનો સંયોગ હોવો જોઇએ. બેભાન થયા સિવાય મોટાં ગુમડાં પર ચેકો મૂકાવવા માટે તૈયાર થવું એ સાહસ કહેવાશે, પરંતુ ઉત્સાહ નહીં કહેવાય. એ જ રીતે ચૂપચાપ, હાથ-પગ હલાવ્યા સિવાય, ઘોર પ્રહાર સહેવા માટે તૈયાર રહેવું એ સાહસ અને આકરામાં આકરો પ્રહાર ઝીલીને પણ પોતાની જગ્યાએથી ન ખસવું એ ધીરતા કહેવાશે. આવા સાહસ અને ધીરતાને ઉત્સાહમાં ત્યારે જ સંમિલિત માની શકાય જ્યારે સાહસી અથવા ધીર વ્યક્તિ એ કામ આનંદ સાથે કરી રહ્યો હોય. સારાંશ એ જ છે કે આનંદપૂર્ણ પ્રયત્ન અથવા એને માટેની ઉત્કંઠામાં જ ઉત્સાહના દર્શન થાય છે, ફક્ત કષ્ટ વેઠવાના અચેતન સાહસમાં નહીં. ધૃતિ અને સાહસ બન્નેનો સંચાર ઉત્સાહમાં થતો હોય છે. દાનવીરનો અર્થ છે, ત્યાગનું સાહસ. એટલે કે ત્યાગને કારણે આવનાર કષ્ટો અને મુશ્કેલીઓને સહેવાની ક્ષમતા. દાનવીરતા ત્યારે જ કહી શકાય જ્યારે દાનને કારણે દાન આપનારને તેના જીવનનિર્વાહમાં કોઇ પ્રકારના કષ્ટ અથવા મુશ્કેલી સહેવા પડ્યા હોય. આ કષ્ટ અને મુશ્કેલીની માત્રાની સંભાવના જેટલી વધારે હોય, દાનવીરતા એટલી જ ઊંચી સમજવામાં આવે છે. પરંતુ આ ધનત્યાગના સાહસની સાથે જ જયાં સુધી સંપૂર્ણ તત્પરના અને આનંદના ચિહ્ન જોવા ન મળે ત્યાં સુધી ઉત્સાહનું સ્વરૂપ રચાતું નથી. યુદ્ધ સિવાય સંસારમાં બીજાં પણ એવાં વિકટ કામ હોય છે, જેમાં ઘોર શારીરિક કષ્ટ સહેવું પડે છે અને જીવ ગુમાવવા સુધીની સંભાવના રહેલી હોય છે. સંશોધન માટે આભને ચીરતા બરફાચ્છાદિત દુર્ગમ પહાડો ઉપરનું ચઢાણ, ધ્રુવપ્રદેશ અથવા સહરાના રણનો પ્રવાસ; ક્રૂર, બર્બર જાતિઓની વચ્ચે અજાણ્યાં ઘોર જંગલમાં પ્રવેશ વગેરે પણ ભારે વીરતા અને પરાક્રમનું કાર્ય છે. એમાં જ આનંદપૂર્ણ તત્પરતા સાથે લોકો પ્રવૃત્ત થાય છે એ પણ ઉત્સાહ જ છે. (a) ઉત્સાહમાં સાહસની ભૂમિકા સ્પષ્ટ કરો. (b) ધીરતામાં શું અભિપ્રેત છે ? (c) ઉત્સાહનું સાચું દર્શન કેવી રીતે થાય છે ? (d) આનંદપૂર્ણ તત્પરતા અને ઉત્સાહ વચ્ચેના સંબંધને સ્પષ્ટ કરો. (e) દાન આપનારને દાન આપવાને કારણે શું સહન કરવું પડે છે ?

  6. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 60 marksMains

    તમારા શબ્દોમાં નીચેના ગદ્યખંડનું લગભગ એક-તૃતીયાંશ શબ્દોમાં સંક્ષેપીકરણ કરો. શીર્ષક આપવાની જરૂર નથી. સારા શ્રોતા હોવું એ સૌથી મહત્વપૂર્ણ અને આકર્ષક જીવનકૌશલોમાંથી એક છે. તો પણ આપણામાંથી બહુ ઓછાં લોકો સાંભળવાનું જાણે છે. એનું કારણ એ નથી કે આપણે ખરાબ છીએ, ખરેખર તો આપણને કોઇએ એ શીખવ્યું જ નથી. એની સાથે જ જોડાયેલું તથ્ય એ પણ છે કે બહુ ઓછાં લોકોએ આપણને ધ્યાનપૂર્વક સાંભળયાં છે. પરિણામે આપણે સામાજિક જીવનમાં સાંભળવાને બદલે બોલવાના મોહમાં ફસાયેલાં રહીએ છીએ. બીજાંને મળવાની આપણને વ્યગ્રતા રહે છે, પરંતુ એને સાંભળવાની નહીં. ધીરે ધીરે એ મિત્રતા સામાજિક સ્વાર્થમાં પરિવર્તિત થવા લાગે છે. એક સારો શ્રોતા કેટલાંય એવાં કાર્ય કરે છે કે જે એની સાથે સમય વીતાવવાને સુખદ્ બનાવી દે છે. મોટે ભાગે આપણે કોઇ એવી વાતથી વાતચીતની શરૂઆત કરીએ છીએ જે મહત્ત્વપૂર્ણ લાગતી હોય, પણ સ્પષ્ટ થતી ન હોય. ક્યારેક આપણે કામને કારણે તણાવમાં રહેલા હોઇએ છીએ, ક્યારેક આપણા કાર્યક્ષેત્રમાં મહત્ત્વાકાંક્ષી બનીને વિચારતા રહેતા હોઇએ છીએ. આપણે એ સુનિશ્ચિત નથી કરી શકતાં કે આપણે માટે શું યોગ્ય છે ? ક્યારેક આપણને એવી આશંકા હોય છે કે કોઇ સંબંધી મુશ્કેલ દોરમાંથી પસાર થઇ રહ્યો છે. આપણે આવી કોઇ ને કોઇ બાબતે ચિંતાતુર રહેતા હોઇએ છીએ અથવા જીવનમાં નિરાશાનો અનુભવ કરીએ છીએ. જો કે આપણને બરાબર ખબર નથી હોતી કે સમસ્યા શું છે ? અથવા કદાચ આપણે કોઇ કારણે અતિ ઉત્સાહિત બનીને વધારે ઉર્જાથી સભર હોઇએ છીએ, પરંતુ પોતાના આ ઉત્સાહના કારણને આપણે સ્પષ્ટ રીતે સમજી શકતા નથી. વસ્તુતઃ આ બધી જ બાબતોમાં સ્પષ્ટતાની જરૂર રહે છે. એક સારો શ્રોતા એ સમજે છે કે આદર્શ રીતે બીજાની સાથેની વાતચીત આપણને ગુંચવાયેલાં અને ઉત્તેજિત મનથી મુકત કરીને વધારે કેન્દ્રિત અને મનની શાંત અવસ્થા સુધી પહોંચાડી શકે છે. સંવાદના માધ્યમથી આપણે સાથે મળીને એ સમજવાનો પ્રયાસ કરી શકીએ છીએ કે ખરેખર દાવ પર શું લાગ્યું હતું, પરંતુ મોટે ભાગે એવું થઇ શકતું નથી. એટલા માટે કે આપણી વાતચીતમાં સ્પષ્ટતાની ઇચ્છા અને તેની આવશ્યકતા માટેની જાગૃતિ હોતી નથી. સારા શ્રોતાઓની હંમેશા ઓછપ હોય છે. પરિણામે લોકો વિશ્લેષણ કરવાને બદલે પોત-પોતાની વાતોને વળગી રહે છે. તેઓ પોતાની ચિંતા, ઉત્સાહ, ઉદાસી કે આશાને વારંવાર જુદી જુદી રીતે ફરી ફરીને કહે છે. સામેની વ્યક્તિ એ સાંભળે છે, પરંતુ એને ઊંડાણથી સમજવામાં મદદ નથી મળતી. સારો શ્રોતા વાતચીતની બારીક યુક્તિઓનો સહારો લઇને સ્થિતિને બદલે છે. જ્યારે બીજી વ્યક્તિ બોલે છે, ત્યારે એ એની સાથે પૂરેપૂરો જોડાઇ જાય છે. એ નાનાં-નાનાં પ્રોત્સાહનો આપે છે, જેમ કે સહાનુભૂતિસભર આહ !, કોઇ ઉત્સાહવર્ધક સંકેત અથવા રુચિપૂર્ણ રાજનીતિક જિજ્ઞાસા. એ રીતે તે સામેની વ્યક્તિને પોતાના વિચારો અને ભાવનાઓના ઊંડાણમાં જવા માટે પ્રેરે છે. તે એમ કહેવાનું પસંદ કરે છે કે – “મને આને વિશે હજુ વધારે જણાવો...”, “જયારે તમે આવું કહ્યું ત્યારે હું મંત્રમુગ્ધ થઇ ગયો હતો.”, “તમને શું લાગે છે, આવું કેમ થયું ?” અથવા “એ સમયે તમને કેવી અનુભૂતિ થઇ ?” એક સારો શ્રોતા એવું માનીને ચાલે છે કે બીજાં સાથેની વાતચીતમાં અસ્પષ્ટતા સ્વાભાવિક છે. તેથી એ ન તો એની ટીકા કરે છે અને ન તો તે અધીરો થઇ જાય છે. એ સમજે છે કે અસ્પષ્ટતા એ મનની એક સાર્વત્રિક અને મહત્ત્વની ગુંચવણ છે. મોટેભાગે આપણે કોઇ અનુભવની આસપાસ ભટકતા રહીએ છીએ, પરંતુ તેના મૂળ કારણ સુધી નથી પહોંચી શકતા. એ સ્થિતિમાં એક સારો શ્રોતા આપણને વિસ્તારપૂર્વક અને ઊંડાણથી બોલવા માટે આગળ વધવા પ્રેરે છે. આપણને એવી વ્યક્તિની જરૂર હોય છે, જે સલાહ આપવાને બદલે કેવળ બે સરળ છતાં જાદુઇ શબ્દ કહે – “આગળ વધો.” આપણે ભાઇ-બહેનોનો ઉલ્લેખ કરીએ છીએ અને તે વિશેષ જિજ્ઞાસા બતાવે છે; જેમકે બાળપણમાં એમનો સંબંધ કેવો હતો ? સમય જતાં એમાં કેવો બદલાવ આવ્યો ? તેઓ એ સમજવાનો પ્રયાસ કરે છે કે આપણી ચિંતાઓ અને ઉત્સાહનું મૂળ ક્યાં છે ? તે પૂછે છે – “એ વાત તમને આટલી પરેશાન કેમ કરી રહી છે ?” અથવા “એ વાત તમારે માટે આટલી મહત્ત્વપૂર્ણ કેમ હતી ?” સાથે જ, તેઓ આપણી પાછલી વાતોને પણ યાદ રાખે છે. કોઇ વાર એ આપણે કહેલી કોઇ જૂની વાતનો સંદર્ભ આપે છે અને આપણને એવો અહેસાસ થાય છે કે એ વાસ્તવમાં આપણી સાથે ઊંડાણથી જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છે. અસ્પષ્ટ રીતે વાતો કરવાનું નુકસાનકારક અને આસાન હોય છે. આપણે મોટેભાગે એટલું કહીએ છીએ કે કોઇ વસ્તુ સુંદર છે અથવા ભયાનક, સુખદ કે પરેશાન કરનારી છે; પરંતુ આપણે એ સમજવાનો પ્રયાસ નથી કરતાં કે આપણને આવો અનુભવ કેમ થાય છે. એક સારો શ્રોતા આપણી આ ઉપરછલ્લી વાતો ઉપર રચનાત્મક અને મૈત્રીપૂર્ણ સંશય કરે છે અને એ ઊંડાણભરી ભાવનાઓને સમજવાનો પ્રયાસ કરે છે, જે આપણી ભીતર છુપાયેલી હોય છે. (692 શબ્દો)

  7. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 20 marksMains

    નીચેના ગદ્યખંડનો અંગ્રેજીમાં અનુવાદ કરો : ભારતીય નાવિકો વહાણ ચલાવવાની એમની કુશળતા માટે પ્રાચીન કાળથી જ પ્રસિધ્ધ રહ્યા છે. એમણે 5000 વર્ષ પહેલાં સમુદ્રમાં વહાણ ચલાવવાની શરૂઆત કરી હતી. એ સમયે સમુદ્રયાત્રામાં ઉપયોગી થાય તેવા ગણ્યાં-ગાંઠ્યાં યંત્રો હતાં. આજના જેવા અધતન સાધનો એ સમયે ઉપલબ્ધ ન હતાં, પરંતુ પ્રાચીન નાવિકોની જ્ઞાનેન્દ્રિયો કદાચ વધારે સતેજ હતી. એમને મોસમના મિજાજની સમજ સારી હતી. તેઓ ગ્રહ-નક્ષત્રોને શોધી શકતા હતા, વહેતાં પવનને ઓળખવાની સમજ એમની પાસે હતી અને સમુદ્રના પાણીના રંગ દ્વારા તેઓ ઊંડાઇ બતાવી શકતા હતા. દરિયાઇ જીવજંતુઓને જોઇને તેઓ જમીનથી કેટલું અંતર છે તથા કેટલીક વખત તો કયો દેશ પાસે છે તેની પણ જાણકારી તેઓ મેળવી લેતા હતાં. એ જમાનામાં કોઇ દરિયાઇ અકાદમીઓ ન હતી. તેથી જે પણ પ્રશિક્ષણ એમને મળતું હતું તે અનુભવની પાઠશાળામાં પરીક્ષણ અને ભૂલો વડે શીખવાનું રહેતું હતું. કોઇક વાર દુર્ઘટનાઓ પણ થઇ જતી હતી, પરંતુ એમના સાહસ અને આત્મવિશ્વાસ એમને સમુદ્રયાત્રાઓની પ્રેરણા આપતા હતાં. એના જોરે જ તેઓ પર્શિયાની ખાડી, આફ્રિકાનો પૂર્વી કિનારો તથા સુદૂર પૂર્વમાં ઇન્ડોનેશિયા, કમ્બોડિયા, અન્નામ, બોર્નિયો તથા સેલીબીજ જેવા ટાપુઓ સુધી પહોંચવામાં સરળ રહ્યા હતાં. સમુદ્રી પ્રશિક્ષણનો આધુનિક દોર તો છેક 1920ના દાયકાના પ્રારંભિક વર્ષોમાં શરૂ થયો હતો. આઝાદી મળયાં પછી હવે ભારતમાં પરિવર્તનની સુખદ લહેર વહી રહી છે. કેટલીક સદી પહેલાં ભારતની વહાણવટાની ગૌરવશાળી પરંપરાનો જે સૂર્ય અસ્ત થઇ ગયો હતો તે ઉદય પામીને ફરી એક વાર ચમકવા લાગ્યો છે. ભારતીય વહાણવટું આજે સાચી દિશામાં અગ્રેસર છે.

  8. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 20 marksMains

    નીચેનો ગદ્યખંડનો ગુજરાતીમાં અનુવાદ કરો : Orientation for entrepreneurship has to start right from the schools. In schools, teachers need to highlight the role of entrepreneurship in national development. During college, students must be exposed to business development opportunities and must be trained towards the creation of new enterprises. Parents should encourage their children to take up new ventures after their education. We should cultivate a mindset that ‘Idea is wealth’. The government must create a facilitating environment for the provision of venture capital for innovative ideas without collateral security. Universities and engineering and management institutions should work with banks and other funding agencies towards simplifying procedures for setting up businesses and working with entrepreneurs till the project becomes self-sustaining and viable. Procedures in government should facilitate the spotting and recognition of new Indian talent in entrepreneurship by creating a level playing field for healthy competition. Citizens who can afford it should turn themselves into angel investors or start venture capital organizations to fund such new ventures. Big and small industries need to have an open mind in order to encourage and partner with young entrepreneurs.

  9. 2026 · Gujarati Compulsory Paper (Qualifying) · 40 marksMains

    (a) નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી વાક્યમાં પ્રયોજો. (i) આકાશપાતાળ એક કરવા (ii) ચાર ચાંદ લાગવા (iii) રજનું ગજ કરવું (iv) આસમાન તૂટી પડવું (v) એક કાંકરે બે પક્ષી મારવાં (b) નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ પ્રયોજો. (i) અર્થ વગરનું (ii) આજીવન કેદની સજા (iii) એક પણ સંતાન વગરનું (iv) કદી ખૂટે નહીં લેવું (v) આશ્રય વિનાનું (c) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો. (i) અતિવૃષ્ટિ (ii) છીછરું (iii) ખાનગી (iv) કોમળ (v) કાયર (d) નીચેના શબ્દોની જોડણી સુધારો. (i) ભુમીતી (ii) નીરિક્ષા (iii) કિર્તિ (iv) ગોધુલી (v) ત્રીશુલ (e) નીચેના શબ્દોના સમાનાર્થી/પર્યાયવાચી શબ્દો આપો. (i) પ્રજ્ઞા (ii) નરેશ (iii) દામિની (iv) ચાંદની (v) ઘી (f) નીચેની કહેવતોનો અર્થ આપો. (i) ઘરડાં જ ગાડાં વાળે (ii) ખાતર ઉપર દિવેલ (iii) ગરજ સરી એટલે વૈદ વેરી (iv) ઉતાવળે આંબા ન પાકે (v) પાડાને વાંકે પખાલીને કામ